ટંકારામા શુક્રવારે વાર્તાલાપ : યોગના ક્ષેત્રમાં કેવી રીતે નોકરી મળી શકે તે અંગે માર્ગદર્શન અપાશે મોરબી : મોરબીના જીઆઇડીસી મેઈન રોડ પર આવેલ સંસ્કાર ઇમેજિંગ સેન્ટર ખાતે આગામી શનિવારના રોજ યુવા ભારત સંગઠનના કેન્દ્રીય પ્રભારી સચિનજીનો યોગ વિષયક વાર્તાલાપ યોજાશે. આ કાર્યક્રમને પૂર્વે શુક્રવારે ટંકારા ખાતે પણ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. પતંજલી યોગપીઠ- હરિદ્વાર પ્રેરીત યુવા ભારત સંગઠનના કેન્દ્રીય પ્રભારી સચિનજી તથા ગુજરાત રાજ્ય( પશ્ચિમ)ના પ્રભારી ભાવિકભાઇ પટેલ મોરબી પધારી રહયા છે. જેઓ તા.૧ ને શુક્રવારે સાંજે ૫ વાગ્યે આર્ય સમાજ, ટંકારા મુકામે આગમન કરશે.જ્યાં તેઓ સ્વામી દયાનંદ સરસ્વતી જન્મ સ્થળની મુલાકાત લેશે. ત્યારબાદ સાંજે ૫:૩૦ થી ૬:૩૦ યોગીક વાર્તાલાપ કરશે. બાદમાં તેઓ બીજા દિવસે તા. ૨ને શનિવારે સવારે ૫:૩૦ થી ૭ સંસ્કાર ઇમેજીંગ સેન્ટર, પ્રથમ માળે, જીઆઇડીસી મેઇન રોડ, મોરબી મુકામે યુવાનો માટે યોગના ક્ષેત્રમાં કેવી રીતે નોકરી મળી શકે તથા સ્કીલ ડેવલપમેન્ટ અંતર્ગત સરકાર મારફત યોગ ટીચરના સર્ટિફિકેટના મહત્વ અંગે જાણકારી આપશે. આ કાર્યક્રમનો લાભ લેવા મોરબીની જનતાને મોરબી જિલ્લા યુવા પ્રભારી - યુવા ભારત સંજયભાઈ રાજપરા મો.નં. 98253 29722, જીલ્લા પ્રભારી- ભારત સ્વાભિમાન રણછોડભાઈ જીવાણી, જીલ્લા પ્રભારી - પતંજલિ યોગ સમિતિ નરશીભાઇ અંદરપા,જીલ્લા મહિલા પ્રભારી- પતંજલી યોગ સમિતિ ભારતીબેન રંગપરીયા, જીલ્લા પ્રભારી- કિસાન સેવા સમિતિ શામજીભાઇ કાનાણીએ નિમંત્રણ પાઠવ્યું છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en