વાંકાનેર : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી આજની તારીખ એટલે કે 21મી જૂનના રોજ છેલ્લા 5 વર્ષોથી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 21મી જૂને સમગ્ર વિશ્વમાં સૌથી મોટો દિવસ હોવાનું માનવામાં આવે છે, આથી 21મી જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત તેમજ વિશ્વભરમાં લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈને યોગ કરે છે. વાંકાનેરમાં આવેલ અમરસિંહજી હાઇસ્કુલ ખાતે પ્રાંત અધિકારી એન. એફ. વસાવા, નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની ઉપસ્થિતિમાં નગરજનો અને વિદ્યાર્થીઓએ યોગ કરેલ. મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે બાળાઓએ યોગ કરેલ, દોશી કોલેજ ખાતે જી.કે. સરવૈયા ડેપ્યુટી એન્જિનિયર પીજીવીસીએલ દ્વારા યોગ કરાવવામાં આવેલ, ગાયત્રી શક્તિપીઠ ખાતે અશ્વિનભાઈ રાવલની ઉપસ્થિતિમાં દિવ્યાંગ બાળકો દ્વારા યોગ કરવામાં આવેલ, વાંકાનેરના સુપ્રસિદ્ધ રણજીત વિલાસ પેલેસ ખાતે નાયબ મામલતદાર એચ.એમ. પરમાર, દામિનીબેન (નગરપાલિકા) તેમજ એમ. એલ. પંડ્યા નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા દ્વારા નિર્મલા સ્કૂલના બાળકોને યોગ કરાવવામાં આવેલ, પીપળીયારાજ ખાતે આવેલ ગ્રામ પંચાયતની હાઈસ્કૂલમાં વી. કે. ગઢવી તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં યોગ કરવામાં આવેલ તેમજ પંચાસીયા ખાતે મામલતદાર એસ. આર. વર્મા દ્વારા યોગ કરાવવામાં આવેલ એ ઉપરાંત વાંકાનેર 108ની ટીમ દ્વારા પણ યોગ કરવામાં આવેલ, વાંકાનેરની કિડ્સ લેન્ડ સ્કૂલમાં પણ નાના બાળકોએ યોગ અભ્યાસ કરેલ તેમજ વાંકાનેર નેશનલ હાઈવેના વઘાસીયા ટોલનાકાના કર્મચારીઓ દ્વારા પણ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવેલ. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne