મોરબી : દર વર્ષે 21 જૂનના દિવસને ઇન્ટરનૅશનલ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાલમાં કોરોના વાયરસની પરિસ્થિતિને કારણે યોગને લગતા કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી. ત્યારે મોરબીમાં ઠેર-ઠેર યોગ કરી યોગ દિવસ મનાવવામાં આવ્યો હતો.ઉપરાંત મોરબી જિલ્લાના મોરબી, વાંકાનેર, માળીયા, ટંકારા તથા હળવદની 108 એમ્બ્યુલન્સ સેવાની ટીમ દ્વારા યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માળીયા (મી.) ખાતે 108 ટીમના હનીફભાઇ દલવાની તથા EMT દિપેશભાઈ કંડોરીયા જોડાયા હતા.