મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા પ્રસાદ યોગ કેન્દ્રના સહયોગથી યોગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધા ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી.યોગ પ્રતિયોગિતાના નિર્ણાયકો યોગ પ્રશિક્ષિત હરિઓમ પાંડેજી અને દીપાંશુજી હતા. જેમણે પોતે પણ તેમનું યોગ કૌશલ્ય દર્શાવ્યુ હતું. કાર્યક્રમના મહેમાનો અને યોગ કોચ રૂપલબેન શાહ અને યોગ ટ્રેનર ઉષાબેન વોરાએ પણ યોગનું મહત્વ સમજાવ્યું હતું. સ્પર્ધામાં 20થી 40 અને 40થી ઉપર એમ બે કેટેગરી હતી. સ્પર્ધામાં 60 વર્ષની ઉપરના વયમાં નીરૂબેન અનડકટ અને મીનાબેન પટેલ એ પોતાનું યોગ કૌશલ્ય બતાવીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મુસ્કાન વેલ્ફેર સોસાયટી હંમેશા સમાજની જાગૃતિ માટે સતર્ક રહે છે.