વાંકાનેર: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વાંકાનેરના નગરજનો માટે આવતીકાલે તા. 28 ફેબ્રુઆરીને શનિવારના રોજ એક વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ‘દવા વગરનું સ્વાસ્થ્ય’ પ્રાપ્ત કરવાના ઉમદા હેતુ સાથે યોજાનારી આ શિબિર સવારે 06:00 થી 08:00 કલાક દરમિયાન વાંકાનેર સિવિલ હોસ્પિટલ સામે આવેલા ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાશે.આ શિબિરમાં યોગ નિષ્ણાતો દ્વારા ઉપસ્થિત નાગરિકોને વિવિધ આસન, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કારનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવશે. આધુનિક જીવનશૈલીમાં યોગ અને ધ્યાન દ્વારા મેદસ્વીતા દૂર કરી સ્વસ્થ જીવન જીવી શકાય તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ આયોજન કરાયું છે.આ શિબિરમાં તમામ વયના નાગરિકો નિઃશુલ્ક ભાગ લઈ શકશે. શિબિરમાં સહભાગી થનાર નગરજનોએ પોતાની સાથે પાણીની બોટલ અને યોગ મેટ (પાથરણું) સાથે લાવવાનું રહેશે. વાંકાનેરની જનતાને આ શિબિરનો બહોળી સંખ્યામાં લાભ લેવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Wankaner #YogaCamp #Health #YogaBoard #Fitness #MorbiUpdate #YogaInspiration #WankanerNews