સરકાર દ્વારા મોરબી માટે 5 કિલોવોટનું આકાશવાણી કેન્દ્ર મંજુર કરવામાં આવતા જમીન માટે માંગણીમોરબી : વર્ષ 2013માં અલાયદો જિલ્લો બન્યા બાદ મોરબી જિલ્લામાં ધીમી ગતિએ વિકાસ કામો અને સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે મોરબી માટે આકાશવાણીનું રીલે કેન્દ્ર મંજુર થયું છે અને આકાશવાણી માટે જમીનની માંગણી પણ કલેકટર સમક્ષ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.પ્રસાર ભારતી દ્વારા મોરબી જિલ્લા માટે આકાશવાણી કેન્દ્ર મંજુર કરવામાં આવ્યું છે, હાલમાં મોરબી આકાશવાણી કેન્દ્ર માટે જમીનની માંગણી કરવામાં આવી છે, આકાશવાણી કેન્દ્રના સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી માટે 5 કિલોવોટનું રીલે કેન્દ્ર મંજુર કરવામા આવ્યું છે અને શરૂઆતના તબક્કે આકાશવાણી રાજકોટ અને અમદાવાદ કેન્દ્ર સાથે મોરબીને જોડવામાં આવશે,વધુમાં મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં આકાશવાણી કેન્દ્ર નિર્માણ માટે જમીનની માંગણી કરવામાં આવી હોવાનું તેમજ આ સંદર્ભે મોરબી તાલુકા મામલતદાર નીખિલભાઈ મહેતા પાસે આકાશવાણી કેન્દ્રની પ્રાથમિક માંગણી દરખાસ્ત આવી હોવાનું તેમજ હાલમાં કઈ જગ્યા ફાળવવી અને કેટલી જગ્યા ફાળવવી તે અંગેની કોઈ સ્પષ્ટતા ન હોય આકાશવાણી કેન્દ્ર પાસેથી સ્પેસિફાઇ દરખાસ્ત મંગાવવામાં આવી હોવાનું જાણવા મળે છે.