વાંકાનેર : માર્ગ સલામતી માસ દરમિયાન નેશનલ હાઇવે પર વાંકાનેર જકાતનાકા તેમજ વઘાસિયા ટોલ પ્લાઝા ખાતે આજે વાહન ચાલકોને ટ્રાફિક નીયમોનું પાલન કરાવા એક વ્યક્તિએ યમરાજનો વેશ ધારણ કરીને જાગૃતતા ફેલાવી હતી. https://youtube.com/shorts/IW7V1rqDXaM?feature=shareમોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ પણ આ કાર્યમાં સહભાગી બન્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારત દેશમાં આશરે દર છ મીનીટે અકસ્માત થાય છે. જેમાં માર્ગ અકસ્માતમાં જે મૃત્યુ થાય છે તે ટ્રાફિક નીયમોનું પાલન ન કરવાના કારણે થાય છે જેમાં ટુ વ્હીલર ચાલકો દ્વારા હેલ્મેટ અને ફોર વ્હીલર ચાલકો દ્વારા સીટ બેલ્ટ બાંધી વાહન ચલાવવામાં આવે તો અમુક અંશે અકસ્માતમાં મૃત્યુ નું પ્રમાણ ઘટાડી શકાય. તેવી સમજણ આ વેળાએ આપવામાં આવી હતી.