ખેડૂતો અને ખેતીની સમૃદ્ધિ માટે દયાનંદ ચોક ખાતે આજે સાંજે 5:00 કલાકે વૈદિક યજ્ઞ યોજાશેટંકારા (મોરબી અપડેટ): ભાદરવા સુદ છઠ એટલે ખેડૂતોના ઇષ્ટદેવ અને હળધર ગણાતા ભગવાન બલરામની જન્મ જયંતી. ભગવાન બલરામ માત્ર શક્તિ અને શૌર્યના પ્રતીક જ નહીં, પરંતુ ખેડૂત, ખેતી અને ધરતી સાથેના અતૂટ સંબંધના પ્રતીક છે. આ પાવન અવસરે ટંકારામાં બલરામ જયંતીની વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે.ભારતીય કિસાન સંઘ મોરબી જિલ્લા અને આર્ય સમાજ ટંકારાના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ 17/09/2026, ગુરુવારના રોજ સાંજે 5:00 કલાકે ટંકારાના દયાનંદ ચોક ખાતે બલરામ જયંતીની ઉજવણી અને વૈદિક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વૈદિક વિધિપૂર્વક યજ્ઞ કરી ધરતીમાતા, અન્નદાતા ખેડૂત અને સમગ્ર સમાજના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવશે.ભગવાન બલરામના આશીર્વાદ સાથે યજ્ઞની પવિત્ર જ્યોત પ્રગટાવી ખેડૂત અને ખેતીની સમૃદ્ધિ માટે એકસાથે સંકલ્પ કરવા આયોજકો દ્વારા જાહેર જનતા અને ખેડૂત મિત્રોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #Tankara #BalaramJayanti #KisanSangh #AryaSamaj #Farmers #Agriculture #MorbiUpdate