મોરબી : મોરબીમાં દેરાણી-જેઠાણી દ્વારા યદુનંદન ગૌશાળાને રૂ. 7 હજારનું અનુદાન અપાયું હતું. મકરસક્રાંતિ પર્વ નિમિત્તે મોરબીના પાંચોટીયા પરિવાર દ્વારા અશક્ત, નિરાધાર ગાયમાતા માટે તેમજ અપંગ બાળકો માટે યદુનંદન ગૌશાળા ટ્રસ્ટને રૂપિયા 7 હજારનું અનુદાન દેરાણી-જેઠાણી એવા માધવીબેન પ્રદીપભાઈ પાંચોટીયા તથા રિદ્ધિબેન ચેતનભાઈ પાંચોટીયાના હસ્તે અર્પણ કરી સેવાભાવના પ્રગટ કરી હતી.