મોરબી : મોરબી શહેરમાં પોલીસ દ્વારા વર્લી ફીચરનો જુગાર રમતા યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે. ગઈકાલે તા. 18ના રોજ મોરબીમાં સુરજબાગ પાસે મહમદભાઇ હસનભાઇ સુમરા (ઉ.વ. 32)ને જાહેરમાં વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમતા રોકડ રૂ. 600 સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે તેની અટકાયત કરી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.