ટંકારા: શ્રી સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓરપેટ કન્યા વિદ્યાલયનું વર્ષ 2024નું ધોરણ 10નું ઝળહળતું 100 ટકા પરિણામ આવ્યું છે. ઓરપેટ વિદ્યાલયની 148 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી જેમાં તમામ વિદ્યાર્થિનીઓ પાસ થઈ છે..પાસ થનાર વિદ્યાર્થિનીઓમાં 11 વિદ્યાર્થિનીઓએ A1 ગ્રેડ, 33 વિદ્યાર્થિનીઓને A2 ગ્રેડ, ગણિતમાં 5 વિદ્યાર્થિનીઓને 100 માંથી 100 માર્ક્સ તથા શાળા પ્રથમ જીવાણી પ્રીતિશાએ 99.80 PR સાથે ટંકારા તાલુકામાં દ્વિતીય ક્રમ મેળવ્યો છે.આ શાળાનું પરિણામ ટંકારા તાલુકામાં પ્રથમ ક્રમે છે. આ તકે સ્વ.ઓ.આર.પટેલ અને સ્વ. જયરાજબાપાની શિક્ષણ માટે ભેખ ધારણ કરીને દીકરીઓને શિક્ષિત કરવાની નેમ સાર્થક થતી જણાય છે. તેમના પ્રયત્નોથી આજે આ વડલો વટવૃક્ષ બનીને દીકરીઓને શિક્ષિત કરી રહ્યો છે. સુંદર પરિણામ બદલ સર્વે શાળા પરિવાર અને ટ્રસ્ટ પરિવાર સર્વે વિદ્યાર્થિનીઓને અભિનંદન પાઠવ્યા છે.