આજે દેવશયની એકાદશી : ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી યોગ નિદ્રામાં રહે છે આજે અષાઢ સુદ અગિયારસ એટલે કે દેવશયની એકાદશી છે. આજથી ચાતુર્માસનો પ્રારંભ થતાં ચાર મહિના સુધી ભક્તો દ્વારા વ્રત-નિયમો પાળવામાં આવશે. અનેક શ્રદ્ધાળુઓ ચાતુર્માસમાં વ્રત-નિયમ લઈને જે તે નિયમોનું પાલન કરે છે. વ્રતધારીઓ ચાર મહિના સુધી નિયમોનું પાલન કરી ધન્યતા અનુભવે છે. આ સમયગાળા દરમિયાન મહિલાઓ દ્વારા મોળા વ્રત, જયા પાર્વતી વ્રત સહિતના ગૌર માતાના વ્રતો ઉજવવામાં આવે છે જેમાં આજે અષાઢ સુદ એકાદશીથી મોળા વ્રતનો આરંભ થાય છે. મનભાવન ભરથારની આશાએ શિવ-પાર્વતીની કૃપાદ્રષ્ટિ મેળવવા બાળાઓ આ વ્રત કરતી હોય છે. જેમાં બાલીકાઓ પાંચ દિવસ સુધી મીઠા વગરનું ખાય છે અને પૂનમના દિવસે જાગરણ કરે છે. શિવપુરાણની કથા સાથે સંકળાયેલ આ વ્રતની પરંપરા વૈદિક કાળથી ચાલતી આવે છે. ગૌરી વ્રત માટે એક નાનકડા પાત્રમાં જવારા નાખીને તેને ઉગાડવાની પરંપરા છે. જો કે હવે જવારા બજારમાં રેડીમેડ મળતા થયા છે. જવારા માતા પાર્વતીનું પ્રતિક છે. તેમજ રૂની પુણીને કંકુ વડે રંગીને ગાંઠો વાળીને નાગલા બનાવાય છે. આ નાગલા શિવજીનું પ્રતિક હોય છે. આ વ્રત દરમિયાન પાંચેય દિવસ બાળાઓ શિવપાર્વતીની પૂજા કરે છે. અને અંતિમ દિવસે પૂરી રાત જાણરણ કરશે. ત્યારબાદ છઠ્ઠા દિવસે જવારાનું સ્થાનિક જળાશયોમાં વિધિવત વિસર્જીત કરવામાં આવે છે. [caption id='attachment_144817' align='aligncenter' width='300'] A coconut adorned in auspcious red cloth and covered in flowers symbloizing pooja to deity.[/caption] દેવશયની એકાદશીનું માહાત્મ્ય ગુજરાતી પંચાંગ મુજબ અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે. પુરાણોમાં વર્ણવાયા પ્રમાણે આજથી ચાર મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં રહે છે. ત્યારબાદ કારતક મહિનાના સુદ પક્ષની એકાદશીએ ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા પૂર્ણ થાય છે. તે એકાદશીને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. અન્ય એક કથા અનુસાર પાતાળલોકના રાજા બલિએ ભગવાન વિષ્ણુને પાતાળમાં સ્થિત પોતાના મહેલમાં રહેવાનું વરદાન માંગ્યુ હતું. એટલે દેવશયની એકાદશીથી 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ પાતાળમાં રાજા બલિના મહેલમાં નિવાસ કરે છે. તેવી માન્યતા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..