મોરબી : શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર અક્ષત મહાઅભિયાન અંતર્ગત મોરબી જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂજીત અક્ષત (ચોખા) લઈ આવવામાં આવ્યા છે. જ્યાં ટંકારા- પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાનો પણ ઉપસ્થિતિ રહી હતી. અહીં શ્રી રામ ભગવાનનું તથા અયોઘ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું પુજન કરવામાં આવ્યું હતું.