મોરબી : મોરબી તાલુકાના જસમતગઢ ગામમાં અધિક માસ નિમિત્તે પુરૂષોત્તમ મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું. હાલ અધિક માસ ચાલે છે. દર 3 વર્ષે અધિક માસ આવે છે ત્યારે મોરબીના જસમતગઢ ગામના ગોપી મંડળ દ્વારા આપણી જૂની ધર્મ પરંપરા મુજબ પુરૂષોત્તમ ભગવાન તેમજ ગોરાણી માની પૂજા -અર્ચના કરવામાં આવી હતી. ગોપી મંડળ પૂજા-અર્ચના કરી ભગવાનની ભક્તિમાં ભાવ વિભોર થયા હતા.