મોરબી: મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા ખાતે આજ રોજ વસંતપંચમીના શુભદિને મા સરસ્વતીનું ભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. મા સરસ્વતીના મહાત્મ્યનો પાવન દિવસ એટલે વસંત પંચમી. મા સરસ્વતીની પૂજા કરવાથી કળા, સંગીત અને શિક્ષા ક્ષેત્રે જોડાયેલા લોકોને સફળતા પ્રાપ્ત થાય છે. એ અનુસંધાને આજરોજ મહાત્મા ગાંધી વિદ્યાલય ખાતે મહેશભાઈ ડાભી, લાલજીભાઈ કુનપરા તથા શાળા પરિવાર દ્વારા મા સરસ્વતીનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. તેમજ અભ્યાસમાં સફળતા મળે તે માટે વિદ્યાર્થીઓએ સરસ્વતી બીજનું પઠન કરી સાથે વસંતનું અભિવાદન કર્યું હતું.