મોરબી : મોરબીના શક્ત શનાળા ગામે આવેલ મા શક્તિ માતાજીના મંદિરે આજથી સવારે 06:30 કલાકે કળશ સ્થાપન સાથે નવરાત્રી મહોત્સવ શ્રધ્ધાભેર ઉજવવામાં આવશે. મંદિરના પૂજારી કિશનભાઈ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, દરરોજ મહાઆરતી કરવામાં આવશે અને રાત્રીના ગામમાં ગરબી પૂર્ણ થયા બાદ માતાજીના પાંચ પ્રાચીન ગરબા ગાઈ માતાજીની આરાધના કરવામાં આવશે.નવરાત્રીના પાવન પર્વને લઈ માતાજીનો અતિ સુંદર શણગાર અને સજાવટ કરવામાં આવી છે. તેમજ આરતીનો સમય સવારે 06:00 વાગ્યા અને સાંજે 07:00 વાગ્યાનો રહેશે. આઠમના દિવસે વિશેષ મહાઆરતી કરવામાં આવશે.