સોસાયટીના દરેક લોકો રાસ ગરબા રમીને માતાજીની કરે છે ભક્તિ મોરબી : મોરબી સામાકાંઠે રચના સોસાયટીમાં ૪૫ વર્ષથી પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવમાં માં નવદુર્ગાની આરાધના કરાઈ છે.સોસાયટીના દરેક લોકો પ્રાચીન ઢબે રાસ ગરબા રમીને માતાજીની ભક્તિ કરે છે. મોરબી સામાકાંઠે શોભેશ્ર્વર રોડ ઉપર આવેલ રચના સોસાયટીમાં 45 વર્ષથી પરંપરાગત રીતે માં નવદુર્ગાની આરાધના અને નવરાત્રી મહોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાય છે. સોસાયટીના તમામ લોકો નવદુર્ગાની ભકિત ભાવપૂર્વક કરે છે અને માં ની કૃપાથી છેલ્લા 45 વર્ષથી નિર્વિઘ્ને નવરાત્રીના નવ દિવસ ભકિતમય વાતાવરણમાં પસાર થાય છે તેમજ નવે નવે દિવસ રાસ ગરબાની રમઝટ જામે છે.