મોરબી : મોરબીના નવા બસ સ્ટેન્ડમાં યોગ્ય સફાઈના અભાવે શૌચાલયની હાલત બદતર બની ગઈ છે. જેને કારણે મુસાફરો માટે શૌચાલયમાં અંદર પ્રવેશવું પણ કપરુ બની રહ્યું છે. છતાં પણ દરરોજ મોટી સંખ્યામાં મુસાફરો લાચાર બની નાક ઢાંકીને આ શૌચાલયનો ઉપયોગ કરી રહ્યા છે. આ મામલે અધિકારીઓ તાકીદે પગલાં લ્યે તેવી મુસાફરોમાં માંગ ઉઠી છે.