હળવદ : હળવદ શહેરના પંચમુખી ઢોરા વીસ્તારમા પંચમુખી મહાદેવ મંદીર પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા આરોપી અજીતભાઈ મકાભાઇ ગોહીલને પોલીસે ઝડપી લઈ રોકડા રૂપિયા 420 તેમજ વારલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.