મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે માળીયા ફાટક બસસ્ટોપ નજીકથી આરોપી વિનોદભાઈ મનુભાઈ વરાણીયા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 18,900 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.