મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે સલીમભાઈ અકબરભાઈ સમા નામના શખ્સને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 280 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.