મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના તરગારા સ્ટેન્ડ પાસે આવેલ નાસ્તા ગલીમાથી આરોપી આરીફભાઈ યાકુબભાઈ કચ્છીને જાહેરમાં વરલીમટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 3750 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.