માળિયા(મી.) : જ્ઞાન સાથે ગમતથી બાળકોને શિક્ષણ આપવું સરળ બને છે.અને બાળકોને પણ ઝડપથી ભણતર યાદ રહી જાય છે.આ માટે સુલતાનપુર પ્રાથમિક શાળામાં સામાજીક વિજ્ઞાન વિષયમાં આવતો પાઠ વિવિધતામાં એકતા વિષય પર બાળકો દ્વારા વેશભૂષા યોજાઇ હતી. માળીયા મિંયાણા તાલુકાની સુલતાનપુર પ્રાથમિક શાળામાં શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક બાબતોનું શિક્ષણ પણ આપવામાં આવે છે અને આવા શિક્ષણથી બાળકોમાં આપણી સંસ્કૃતિને યાદ કરાવી અને ભુલાતી પરંપરાઓને ફરીથી ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે આપણી સંસ્કૃતિની સભ્યતાને યાદ કરતા અને બાળકોને સામાજિક વિજ્ઞાનમાં ઉપયોગી એવો મુદ્દો એટલે વિવિધતામાં એકતા મુદ્દા સાથે બાળકોને ઝડપીથી યાદ રહે તે માટે એક વેશભૂષાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના સામાજિક વિજ્ઞાનના શિક્ષકનું માનવું છે કે બાળકો સામાજિક વિજ્ઞાનમાં વાંચવા કરતાં જોઈને અને સાંભળીને વધુ યાદ રાખી શકે છે તો આ વેશભુષા પણ એનો જ એક શિક્ષણને લગતો ભાગ છે.તેથી તેનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજન રિશેસના સમયમાં જ કરવામાં આવે છે જેથી બાળકો વધુ સરળ રીતે સમજી શકે. તેમ યાદીમાં જણાવાયું હતું.