વાંકાનેર : વાંકાનેર શહેરના મિલ કોલોની વિસ્તારમાંથી સીટી પોલીસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી ક્રિપાલસિંહ બાબુભા જાડેજા નામના શખ્સને વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ રોકડા રૂપીયા 10,660 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.