પોલીસે રૂ. 1750 રોકડ સહિતનો મુદામાલ કર્યો જપ્ત મોરબી : મોરબીમાં વર્લી મટકાનો જુગાર બારમાસી બન્યો છે ત્યારે શહેરના અયોધ્યાપૂરી વિસ્તારમાં અને સાવસર પ્લોટ એમ બે અલગ-અલગ સ્થળે જુગાર રમતા હોવાની બાતમીના આધારે મોરબી એ ડીવીઝન પોલીસે દરોડો પાડી વર્લી ફીચરના આકડા લખી જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પ્રથમ બનાવમાં મોરબીના અયોધ્યાપૂરી રોડ પર વર્લી મટકાના આકડા લખી જુગાર રમી રમાડતો આરોપી અકરમભાઈ ઓસામણભાઈ સાઈચાને પોલીસે રોકડ રકમ રૂ. ૫૨૦ સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે સાવસર પ્લોટ વિસ્તારમાંથી આરોપી વલીમામદભાઈ હુશેનભાઈ જામને વર્લી ફીચરના આકડા લખી જુગાર રમી રમાડતા ઝડપી પાડી પોલીસે રૂપિયા ૧૨૦૦નો મુદમાલ કબજે કર્યો હતો. મોરબી એ ડીવીઝન પોલીસે બંને સ્થળેથી મુદામાલ કબજે કરી આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.