મોરબી : મોરબીમાં શ્રાવણીયા જુગારની મોસમ પુરી થતા જ વરલી મટકા શરૂ થતાં ગઈકાલે સીટી એ ડિવીઝન પોલીસે જુના સબ સ્ટેશન પાસેથી એક વ્યક્તિને વરલી મટકાના આંકડા લખતા ઝડપી લીધો હતો. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુના સબ સ્ટેશન નજીકથી આરીફભાઇ મુસ્તાકભાઇ બ્લોચ, ઉ.વ.૪૦ રહે.મોરબી સબ જેલ પાસે પાછળ મકરાણીવાસ વાળાને જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખેલ ચિઠ્ઠી, બોલપેન તથા ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ.૫૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..