મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન વાવડી રોડ પર કેજીએમ પાર્ક પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી મોબાઈલ ફોનથી આંકડાની કપાત કરાવતા આરોપી યુસુફભાઈ ઉર્ફે જુસબભાઈ સમાણી રહે.ગોકુલ ફાર્મ સામે, વાવડી રોડ, મોરબી વાળાને રૂ.780 રોકડા તેમજ એક મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો હતો.આરોપીની પૂછતાછમાં વરલીની કપાત આરોપી હારુન ગુલામરસુલ મિયાણા રહે.વીસીપરા, મોરબી વાળા પાસે કપાત કરાવતો હોવાનું કબુલતા બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.