વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઢુંવા ચોકડી નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી હરજીભાઈ ભનુભાઈ માથાસુરીયા રહે.ઢુંવા ગામ વાળાને ઝડપી લઈ રોકડા રૂ.350 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.