મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુગારના ત્રણ અલગ - અલગ દરોડામાં શહેરમાં વરલી મટકા અને ચકલા પોપટનો જુગાર રમાડતા ત્રણ શખ્સોને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વિશિપરા ફાટક પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા આરોપી પરસોતમ લાભુભાઈ વરાણીયાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,500 કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં પણ વિશિપરા ફાટક નજીકથી મહેશ બચુભાઇ ઝંઝવાડિયાને જાહેરમાં વરલીના આંકડા લખતા ઝડપી લઈ વરલીનું સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 1500 કબ્જે કર્યા હતા.જ્યારે ત્રીજા દરોડામાં મોરબી નગરપાલિકાના નવા બની રહેલા બિલ્ડીંગ પાસે જાહેરમાં ચકલા પોપટના ચિત્રો ઉપર જુગાર રમાડી રહેલા ભંગારના ધંધાર્થી આરોપી મોસીન રહીમભાઈ દલને રોકડા રૂપિયા 460 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.