મોરબી : મોરબીના ભડીયાદ રોડ ઉપર નજરબાગ રેલ્વે સ્ટેશન સામે અફઝલભાઇ અકબરભાઇ સમા (રહે. સો ઓરડી, શેરી નંબર ૬) જાહેરમાં વર્લી ફીચરના આંકડાઓ લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતો હોવાંથી પોલીસે રોકડા રૂપિયા ૮૬૦૦, એક બોલપેન તથા વરલી ફિચરનાં આંકડા લખેલ એક ચિઠ્ઠિ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.