વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા માટેલ રોડ ઉપર અમરધામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી રાજ રામેશ્વરભાઈ ચાકરે રહે.મિલપ્લોટ, નવજીવન સોસાયટી નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 720 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.