મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના ઘંટીયાપા વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના જુગારના આંકડા લખી પૈસાની લેતી દેતી કરતા આરોપી દિનેશભાઇ ચત્રભુજભાઈ કારીયા નામના વૃદ્ધને ઝડપી લઈ રોકડા રૂપિયા 440 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.