કાર્યક્રમમાં મહિલાઓનું સ્થાન, કર્તવ્ય અને અધિકારો વિશે સમજૂતી અપાશે ટંકારા : આગામી તા.8ના રોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આર્યસમાજ ટંકારા અને આર્ય મહિલા મંડળ ટંકારા દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં સમાજમાં મહિલાઓનું સ્થાન,કર્તવ્ય અને મહિલાઓના અધિકારો વિશે સમજૂતિ આપવામાં આવશે. આગામી તા.8ને મંગળવારના રોજ સાંજે 4 થી 6:30 કલાક સુધી આર્યસમાજ,ત્રણ હાટડી,ટંકારા ખાતે યોજાનાર વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં ઢંકારાની માતાઓ,બહેનો, દીકરીઓ અને પુત્રવધૂઓને આર્યસમાજ (ત્રણ હાટડી) ટંકારા અને આર્ય મહિલા મંડળ ટંકારાનું જાહેર આમંત્રણ છે.જેમાં કાર્યક્રમના અધ્યક્ષા તથા મુખ્ય વક્તા તરીકે નયનાબેન ભાલોડીયા (મહિલા કોલેજ મોરબી) તથા અસ્મિતાબેન ગામી (ઓરપેટ કન્યા છાત્રાલય ટંકારા) હાજર રહેશે. આ કાર્યક્રમની વધુ માહિતી માટે મંત્રી મો.89808 08071 પર સંપર્ક કરી શકાશે.