આજે 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિતે માળીયા (મી.) તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ઉજવણી ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.બાવરવાએ જણાવ્યું કે, માનવીય અભિગમ દાખવી સરકારે લોકોની આરોગ્ય સુખાકારી માટે અનેક પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં ટીબી અંતર્ગત ક્વોલિટી યુક્ત નિદાન તથા સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે, ટીબીના દર્દીઓની સરકાર દ્વારા સામૂહિક ચિંતા કરી તેમને નિક્ષય પોષણ યોજના અંતર્ગત મળતી રકમમાં વધારો કર્યો છે. સાથે જ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત લોકલ દાતા દ્વારા ટીબીના જરૂરિયાત મંદ દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે ન્યુટ્રિશિયન કીટ આપવામાં આવી. સરકારે ટીબી મુક્ત ભારત બનાવવાનું જે લક્ષ્ય નિર્ધારિત કરેલ છે તે દિશામાં મોરબી સતત આગળ વધી રહ્યું છે. જેમાં મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં વર્ષ 2024માં કુલ 46 ગ્રામ પંચાયતમાંથી 20 પંચાયત ધારા ધોરણ મુજબ વેરીફીકેશન થયા બાદ ટીબી મુક્ત જાહેર થયેલ છે. જાહેર થયેલ ટીબી મુક્ત પંચાયત ના સરપંચને આ કાર્યક્રમમાં આમંત્રિત કરી તેઓને સરકાર દ્વારા નિર્ધારિત થયેલ ગાંઘીજીની પ્રતિમા તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.બાવરવા, મેડિકલ ઓફિસર ડો. અક્ષય સુરાણી, ડો નિમેષ રંગપરિયા STS ભરતસિંહ ઝાલા તેમજ તાલુકાહેલ્થ સુપર વાઈઝર મુકેશ પરમાર સહિત સમગ્ર અધિકારી/કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.