આદિવાસી સંસ્કૃતિ અને તેની ઓળખને ઉજાગર કરતા વિવિધ વક્તવ્યો યોજાયામોરબી અપડેટ: કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જે.એ. પટેલ મહિલા કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મોનિકાબેન માલવણીયાના સઘન અને સફળ પ્રયાસોથી વિદ્યાર્થીઓને વિશ્વ આદિવાસી દિવસનું મહત્વ અને તેની સંસ્કૃતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ અને સ્ટાફના સહિયારા પ્રયાસોથી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું. કાર્યક્રમનું ઉદઘાટન ઇન્ચાર્જ પ્રિન્સિપાલ મોનિકાબેન માલવણીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઓળખને ઉજાગર કરતા સુંદર વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા આદિવાસીઓની સાચી ઓળખ શું છે તે અંગે પ્રેરક વક્તવ્ય આપવામાં આવ્યું હતું, જ્યારે પ્રાધ્યાપક ડોક્ટર નયનાબેન ભાલોડીયા દ્વારા વિશ્વ આદિવાસી દિવસનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું હતું.કાર્યક્રમના પ્રણેતા અને સંચાલક ડોક્ટર આર. કે. પવાર દ્વારા વિશ્વ આદિવાસી દિવસની વિસ્તૃત ઓળખ રજૂ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ટી.વાય.બી.એ. સમાજશાસ્ત્રની વિદ્યાર્થીની પરમાર ખુશાલી દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં પ્રાધ્યાપક આર.એમ.ઠાકોર દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.#MorbiUpdate #MorbiNews #JAPatelMahilaCollege #WorldTribalDay #MorbiEducation #Morbi