મોરબી : પોલીસ અધિક્ષકની સૂચના મુજબ, આજે R.T.O. કચેરી ખાતે 'World Day of Remembrance' (વિશ્વ સંભારણા દિવસ) નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવનારા લોકોને કેન્ડલ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જન-જાગૃતિ ફેલાવવા અને વધુમાં વધુ લોકો 'રાહ વીર યોજના'નો લાભ લઈ મહામૂલી માનવ જિંદગી બચાવવા માટે સહકાર આપે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવાના શપથ પણ લેવડાવવામાં આવી હતી. આ પ્રકારે, ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી અને જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો.