સ્થાનિક રહેવાસીઓ દ્વારા પાકિસ્તાનથી આવેલા હિન્દૂ સમાજના શરણાર્થીઓનું સન્માન કર્યું મોરબી : મોરબી જિલ્લામાં પાકિસ્તાનમાં લઘુમતીમાં મુકાયેલા અનેક હિન્દૂ સમાજના પરિવારો વસવાટ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે વિશ્વ શરણાર્થી દિવસની ઉજવણીના ભાગરૂપે મકનસર ખાતે આ શરણાર્થી ભાઈઓ-બહેનોનું સન્માન કરી વિશ્વ શરણાર્થી દિવસની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. ગઈકાલે વિશ્વ શરણાર્થી દિવસ નિમિત્તે મોરબી જીલ્લાના મકનસર ખાતે પાકિસ્તાનથી આવેલા હીન્દુ સમાજના શરણાર્થી તરીકે જીવન નિર્વાહ કરતા રબારી સમાજના અને કોળી સમાજના લોકોને ગળે મળી એક બીજાને શુભેચ્છા પાઠવી હતી. આ તકે મોરબી જીલ્લાના ભારતીય જનતા પાર્ટી પરીવારના આગેવાન અને કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, કોળી સમાજના આગેવાન પંકજભાઈ પ્રજાપતિ, બળવંતભાઈ સનાળીયા, હરીભાઇ રાતડીયા દિનેશભાઈ પરમાર, નિલેશભાઈ સાગઠીયા, રવીભાઇ ઘુમલ તેમજ લાલજીભાઈ સોલંકી સહિતના આગેવાનોએ શરણાર્થીઓનું સન્માન કર્યું હતું.