માળિયા (મિયાણા.) : માળિયા તાલુકામાં આજ રોજ તા.25-4-2025ના રોજ મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. કારોલીયાની સૂચના તેમજ માળિયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.બાવરવાના માર્ગદર્શન હેઠળ માળિયા તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતેના ગામોમાં વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી અંતર્ગત મેલેરિયા અટકાયતી પગલાં અને વિવિધ પ્રકારની આઈ.ઇ.સી.હાથ ધરવામાં આવી. જેવી મે પોરા નાશક કામગીરી, પોરા નિદર્શન, ગપ્પી માછલીનું પ્રદર્શન, સ્કૂલમાં ચિત્ર સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા, ગ્રામ્ય કક્ષાએ તેમજ સ્કૂલમાં રેલી કાઢી જનજાગૃતિ વગેરે કામગીરી હાથ ધરવામાં આવી હતી. નોંધનીય છે કે, દર વર્ષે 25 એપ્રિલના રોજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો હેતુ મેલેરિયા રોગના અસરકારક નિયત્રંણ માટે જનજાગૃતિ કેળવી જનસમુદાયની સક્રિય ભાગીદારી મેળવવાનો છે.