રાજપર : આજરોજ તારીખ 25-4-2025ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રાજપરના ઘૂનડા સબ સેન્ટર પર વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી અંતર્ગત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં લાભાર્થીઓને મેલેરીયા મચ્છર દ્વારા ફેલાતા રોગો અંગેની સમજણ આપવામાં આવી હતી. તેમજ મચ્છરની ઉત્પતિ થતી કેમ અટકાવી અને મચ્છરથી બચવા અંગે શું શું તકેદારી રાખવી તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ દરમ્યાન ઘૂનડા સબ સેન્ટરના સીએચઓ ઋતુબેન પટેલ તથા એમપીડબલ્યુ વિજયગીરી હંસગીરી ગોસાઈ તથા એફ એચ ડબલ્યુ મેમુનાબેન કડીવાર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- રાજપરના મેડિકલ ઓફિસર ડો. હિરલબેન સનારીયાના સહયોગથી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.