આરોગ્ય વિભાગના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર નદી દ્વારા આયોજન કરાયું મોરબી : આરોગ્ય વિભાગના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર નદી દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 25 એપ્રિલ એટલે કે વિશ્વ મેલેરિયા દિવસ. જેની ઉજવણી અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી.વી.બાવરવાની સૂચના અને પ્રા. આ. કે. લાલપરના મેડીકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા, સુપરવાઇઝર દીપકભાઈ વ્યાસ અને અંજનાબેન જોશીના માર્ગદર્શન અનુસાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) દ્વારા રફાળેશ્વર પ્રા. શાળાના બાળકોને તેમજ ગ્રામજનોને પ્રોજેક્ટર થકી મેલેરિયા નિર્મૂલન માટે શું શું કરવું અને શું શું ના કરવું એ બાબતે પોરા નિદર્શન કરાવીને માહિતી આપવામાં આવી હતી. તેમજ મેલેરિયા અટકાવવામાં માટે રેલીનું આયોજન કરી લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા રફાળેશ્વર પ્રા. શાળાના આચાર્ય વિશ્વનાથ ગુપ્તા, ચિંતનભાઈ પંડ્યા, મયુરભાઈ રામાવત, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર (નદી) ના સ્ટાફ દિલીપભાઈ દલસાણીયા, મકસુદભાઈ સૈયદ, સાહિસ્તાબેન દેકાવાડીયાએ જહેમત ઉઠાવી હતી.