મોરબી : આજ રોજ વિશ્વ મેલેરીયા દિવસ ઉજવણી- 2025 અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવના માર્ગદર્શન તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાહુલ કોટડીયાના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના મેડિકલ ઓફિસર ડો.નિકુંજ સબાપરા અને સુપરવાઈઝર પ્રફુલભાઈ એલ. રાઠોડની ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રંગપરના તમામ આરોગ્ય મંદિર ખાતે 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.જેના અંતર્ગત ગપ્પી ફિશ કામગીરી, એબેટ કામગીરી, પોરા નિર્દશન, પત્રિકા વિતરણ, મચ્છરજન્ય રોગચાળા વિષે જન જાગૃતિની વિવિધ પ્રવૃતિ કરવામાં આવી હતી. જેના થકી મેલેરિયા રોગોના અસરકારક નિયંત્રણ માટે જનજાગૃતિ કેળવી જન સમુદાયની સક્રિય ભાગીદારી મેળવી મચ્છરજન્ય રોગચાળાને નિવારી શકાય.