વીડી રામપરા સિંહ અભયારણ્યના ફોરેસ્ટર જયદીપસિંહ ઝાલાએ બાળકોને સિંહ સંવર્ધન વિશે માર્ગદર્શન આપ્યું, જાગૃતિ રેલી યોજાઈવાંકાનેર (મોરબી અપડેટ) : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના જૂના કણકોટ સીઆરસી અંતર્ગત આવતી ઘીયાવડ પ્રાથમિક શાળા ખાતે આજરોજ 'વિશ્વ સિંહ દિવસ' નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય માર્ગદર્શક તરીકે વીડી રામપરા સિંહ અભયારણ્યના ફોરેસ્ટર જયદીપસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શાળાના વિદ્યાર્થીઓને સિંહનું મહત્વ, તેનું સંવર્ધન, વીડી રામપરા અભયારણ્ય અને સિંહ દિવસની ઉજવણી પાછળના ઉદ્દેશ્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે શાળાના બાળકો દ્વારા બેનર સાથે અને સિંહના મહોરા પહેરીને જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. ત્યારબાદ શાળામાં એક ચર્ચાસભાનું પણ આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક કનુભાઈ રાઠોડ દ્વારા ફોરેસ્ટર જયદીપસિંહ ઝાલાનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#MorbiUpdate #WorldLionDay #WankanerNews #Morbi #SaveLions #RamparaVidi #GujaratForest #LionConservation