મોરબી : આજે તા. 7 એપ્રિલના રોજ વર્લ્ડ હેલ્થ ડે છે. જે નિમિત્તે એસોસીએશન ઓફ પીડીયાટ્રીસિયન - મોરબી તરફથી પ્રમુખ ડોક્ટર રમેશ બોડા, સેક્રેટરી ડોક્ટર અંકિત સિણોજીયા તથા ખજાનચી ડોક્ટર ભાવેશ પરમાર તરફથી ''सर्वे संतु निरामया:।'' (આપ સૌ નિરોગી રહો.)ની સર્વે મોરબીવાસીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. અત્યારે વિશ્વ આખું કોરોના વાયરસના રોગ તેમજ તેના ભયથી શારીરિક અને માનસિક રીતે પીડાય છે. કોઈપણ રોગ શરીર માટે સારો તો નથી જ. તેથી, લોકો નિરોગી રહેવા માટે અવનવા નુસખાઓ કરતા હોય છે. જેમાંના અમુક નુસખાઓ વૈજ્ઞાનિક રીતે સલાહ ભર્યા નથી. આથી, 7 એપ્રિલના દિવસે વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણીના ભાગરૂપે AOP- મોરબી તરફથી નીરોગી જીવન જીવવા માટેની કેટલાક સલાહ-સૂચનો આપવામાં આવ્યા છે. તેનું નિયમિતપણે પાલન કરવાનો અને શક્ય તેટલું ઝડપી અમલ કરવાથી નિરોગી જીવન જીવી શકાય છે. ૧. સવારે નિયમિત રીતે વહેલા ઉઠવું. ૨. દરરોજ 30થી 60 મિનિટ પરસેવો વળી જાય કેટલી કસરત કરવી. વયોવૃદ્ધ લોકો એ શરીરને માફક આવે કેટલા પ્રમાણમાં કસરત કરવી હિતાવહ છે. ૩. દરરોજ પ્રાણાયામ કરવા. ૪. સાદુ ભોજન લેવું ખોરાકમાં ઘરમાં બનેલુ ભોજન ઉત્તમ છે. ફ્રૂટ્સ અને કચુંબર વધુ પ્રમાણમાં લઈ શકાય. બજારનો અથવા હોટલ નો ખોરાક તૈયાર પડીકાં વધુ પડતા તેલ મરચું મસાલા વાળો ખોરાક ન ખાવો. ૫. ભોજન સપ્રમાણ ખાવું ઠાંસી ઠાંસીને જમવું નહીં. ભૂખ કરતાં બે કોળિયા ઓછા ખાવા. ખોરાકનો કોળિયો ખૂબ જ ધીરજથી ચાવી ને ખાવો. ૬. દરરોજ એકથી બે લીટર જેટલું પાણી અથવા અન્ય પ્રવાહી જેવાકે દૂધ દહીં છાશ લીંબુનો શરબત લઈ શકાય. ૭. તમાકુ ,પાન-માવા, બીડી-સિગારેટ તેમજ દારૂનું વ્યસન તાત્કાલિક છોડી દેવું. એ વ્યસન તમને તેમજ ઘરના બીજા સભ્યો ને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નુકસાન જ કરશે. ૮. 'શેકહેન્ડ' ના બદલે 'નમસ્તે' કરતા શીખો અને બાળકોને પણ શીખવાડો. સ્વચ્છતા રાખો, સાબુથી વારંવાર હાથ સાફ રાખો તથા આ માસ્કનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો. આ બધા ઉપાયો અત્યારે કોરોનાવાયરસ તેમજ અન્ય ઘણી બધી વાયરસ કે બેક્ટેરિયાથી થતી બીમારીઓ ફેલાતી અટકાવે છે. ૯. બાળકો તેમજ મોટા લોકોએ જેટલી શક્ય હોય તેટલી રોગ પ્રતિકારક રસીઓ મુકાવી. આજકાલ કેટલીક રસીઓ પુખ્ત વયના લોકો માટે પણ અપાય છે. આ માટે તમારા બાળકોના ડોક્ટર અથવા ફેમિલી ડોક્ટરની સલાહ લઈ શકાય. આ બધી સલાહ સૂચનો શારીરિક તંદુરસ્તી માટેના છે. એક તંદુરસ્ત શરીરમાં જ તંદુરસ્ત મન રહે છે. આજકાલ શારીરિક તંદુરસ્તીની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જરૂરી છે. તેના માટે નીચેના સૂચનોનું પાલન કરવું જરૂરી છે. ૧૦. હંમેશા સત્ય બોલો અને પ્રમાણિક બનો. ૧૧. થોડી આધ્યાત્મિકતા કેળવવી. ૧૨. બીજા લોકોની નિ:સ્વાર્થ મદદ કરવી. લોકોને કરેલી મદદ તરત જ ભૂલી જવી. નામના મેળવવા કે તકતી મુકાવવા કોઈની મદદ કરવી નહીં. ૧૩. સખત મહેનત કરવી. ૧૪. દાન કરવું અને તે દાન કર્યા પછી ભૂલી જવું. ૧૫. સમાનતા રાખતા શીખવું. ૧૬. બીજાની ભૂલો ને માફ કરતા શીખવું. ઉલ્લેખનીય છે કે આજના સમયમાં નીરોગી એટલે ફક્ત રોગમુક્ત શરીર નહીં પરંતુ સામાજિક, માનસિક અને આધ્યાત્મિક તંદુરસ્તી હોવી પણ જરૂરી છે. આ લોકડાઉનના સમયગાળાનો સદુપયોગ કરીને દરેક સૂચનાઓ જીવનમાં ઉતારતા જેવી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/