મોરબી : હાલમાં દેશ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પ્રદેશ કોરોનાના સખ્ત પંજામાં સપડાયો છે. વધુને વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. પરંતુ એ પણ હકીકત છે કે સૌરાષ્ટ્ર પ્રદેશ સંત, શુરા, દાતાઓનો પ્રદેશ છે. ભૂકંપ હોય, પુર હોય કે રાષ્ટ્રીય વિપતિ હોય જનતા અડીખમ ઉભી રહી, ખભે ખભા મિલાવી વિકટ સંજોગોનો સામનો કરવામાં અગ્રેસર રહી છે. કોરોનાને કારણે દર્દીઓ કે સામાન્ય અસરગ્રસ્ત દર્દીઓ વધી ગયા છે. જેના કારણે સરકારી મશીનરી પર ભારણ વધ્યું છે. ગરીબ પેશન્ટો તકલીફ વધુ વેઠી રહ્યા છે. સામે પક્ષે જ્ઞાતિના ભવનો, ધાર્મિક સંસ્થાનોના ભવનો હાલમાં ભક્તજનો, જ્ઞાતિજનો ધસારો ન હોવાનાને કારણે ઉપયોગ વગરના કે ફાજલ પડેલા છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (વિશ્વ સંવાદ કેન્દ્ર) વતી સૌરાષ્ટ્ર પ્રાંત સંઘ સંચાલક મુકેશ મલકાણ દ્વારા અપીલ કરાઈ છે કે સંસ્થાનો, ધાર્મિક સંસ્થાનોના વડાઓ આવા ભવનો, સાધનો કોવિડ કેર સેન્ટર તરીકે ઉપયોગમાં આપે. જેથી, કરીને જે તે જ્ઞાતિ કે ધાર્મિક સંસ્થાના ભક્તજનો કે જેમના ઘરે કોરોનટાઈન સુવિધા નથી, તેમના ઉપયોગમાં આવી શકે. શક્ય હોય ત્યાં ઉકાળાની વ્યવસ્થા, હોમિયોપેથીની દવાની વ્યવસ્થા ગોઠવે. પેશન્ટને માર્ગદર્શન માટે કેર સેન્ટરમાં મદદગારો ગોઠવે. જેનાથી સમાજના લોકોને મદદરૂપ થઈ શકાશે. ખમીરવંતી પ્રજા આ પડકારને ઝીલી લઇ સમાજસેવાનું ઉતમ ઉદાહરણ પુરુ પાડશે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate