મોરબી : મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ, એ.ડી.એચ.ઓ ડો. સંજય કુમાર શાહ, તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાહુલ કોટડીયા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના ડો. રાધિકા વડાવિયા તથા ઇન્ચાર્જ સુપરવાઈઝર દિલીપ દલસાણીયાના માર્ગદર્શન હેઠળ આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર નદી ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર સૈયદ મકસુદ એમ. તથા MPHW તૌફીક બેલીમ FHW ચેતના ચૌહાણ દ્વારા 30 વર્ષ ઉપરના લોકોનું બ્લડ પ્રેશર, બ્લડ સુગર, મોંનું કેન્સર, બ્રેસ્ટ કેન્સર, તથા સર્વાઈકલ કેન્સર સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. તથા ડાયાબિટીસ બે પ્રકારના હોય છે જે ટાઇપ 1 અને ટાઈપ 2 વિષે જણાવ્યું હતું. ડાયાબિટીસ થવાના કારણો વિષે ચર્ચા કરવામાં આવી તથા કેવા પ્રકારનો આહાર લેવો તે માટે લોકોમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.