હળવદ : મહિલા અને બાળ વિકાસ વિભાગ હળવદ દ્વારા તારીખ 1-8-2024ના રોજ બ્રાહ્મણની ભોજન શાળા ખાતે વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં હળવદ આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ઘટક કક્ષાએ તાલુકાના તમામ આંગણવાડી કાર્યકરો બહેનોની અને આઇસીડીએસ સ્ટાફની હાજરી સાથે સ્તનપાન દિવસ ઉજવણી કરી હતી. આ દરમ્યાન સાત દિવસ સ્તનપાન દિવસ ઉજવણીનો કાર્યક્રમ અને અને તેનું મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી. તેમજ અને વિશ્વ સ્તનપાન દિવસના શપથ લેવડાવવામાં આવ્યા. પ્રોગ્રામના અંતે હળવદ સિટીમાં આઈસીડીએસ વિભાગ દ્વારા રેલી કાઢી પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, રાજ્ય સરકાર દ્વારા તારીખ 1-8-2024 થી તારીખ 7-8-2024 એમ સાત દિવસ સુધી વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી કરવાની રાજ્ય સરકારની સુચના આપવામાં આવી હતી.