મોરબી : મોરબીના વજેપર ગામમાં બાળકો માટે નિઃશુલ્ક બાળ વાંચન માળા ચાલે છે. ત્યારે વિશ્વ પુસ્તક દિવસની બાળ વાંચન માળા દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. હાલ મોબાઇલનું વ્યસન વધતું જાય છે અને બાળકો દિવસભર મોબાઈલ જોવામાં વ્યસ્ત રહે છે. વિશ્વ પુસ્તક દિવસ નિમિતે આ વેકેશન દરમિયાન એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો. જેમાં બાળકોને મોબાઈલનું વ્યસન ન થાય તે માટે ચેસ, પઝલ, સ્પેલિંગની રમતો આપવામાં આવી હતી. જેથી બાળકોને રમત સાથે ગમત અને ગમત સાથે જ્ઞાન મળે. વિશ્વ પુસ્તક દિવસ નિમિતે પર્યાવરણ પરિવારના વિચારક પરમાર નર્મદાબેન લાલજીભાઈના હસ્તે આ રમતો અને પુસ્તકો આપી બાળકોને જીવનમાં પુસ્તકોનું મહત્વ અને રમતોનું મહત્વ સમજાવ્યું હતું. આ પુસ્તકો અને ચેસ, પઝલ અને સ્પેલિંગ રમતોના દાતા ગીતાબેન પ્રકાશભાઈ દોશી તરફથી બાળસાહિત્યના પુસ્તકો ભેટ આપવામાં આવી છે.