મોરબી : આજે 14 જૂનને વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ દરમ્યાન મોરબીમાં પણ રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી આગેવાન તેમજ ભારતીય જનતા પાર્ટીના મોરબી શહેર વોર્ડ નંબર 4ના પૂર્વ કોર્પોરેટર ગૌતમભાઈ સોલંકીએ રક્તદાન કર્યું હતું.\આજે રક્તદાન દિવસ નિમિત્તે ગૌતમભાઈ સોલંકીએ 118મી વખત રક્તદાન કરીને સૌથી વધુ વાર રક્તદાન કરનાર દાતા તરીકે અન્ય રક્તદાન દાતાઓને પ્રેરણા બળ પૂરું પાડ્યું હતું. જે બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.