જિલ્લા પંચાયત ખાતે એન.એન.એમ.ના મિશન ડાયરેક્ટર તથા આઈસીડીએસના ડેપ્યુટી ડાયરેક્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે કાર્યક્રમમોરબી : કમિશનરી આઈસીડીએસ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પોષણની સંગમ ( Protocol For Management Of Malnutrition In Children)’ કાર્યક્રમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત ખાતે તા.30-5-2025ના રોજ એન.એન.એમના મિશન ડાયરેક્ટર, આઈસીડીએસના ડેપ્યુટી ડાયરેક્ટર તથા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિમાં પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ અને અમલીકરણ બાબતે વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.પોષણ સંગમ( Protocol For Management Of Malnutrition In Children) કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા રાજ્ય કક્ષાથી શરૂ કરી જિલ્લા અને તાલુકા/સેજા કક્ષા સુધી આઈસીડીએસના તમામ અધિકારી/કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે. ત્યારે મોરબીમાં આવતીકાલે તારીખ 30-5-2025 ના રોજ સવારે 10 થી બપોરના 1:30 સુધી રૂમ નંબર 19, ગ્રાઉન્ડ ફ્લોર, મોરબી જિલ્લા પંચાયત ખાતે પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ અને અમલીકરણ માટે વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.