મોરબી : મોરબી ફોટોગ્રાફરર્સ એસોસિએશન દ્વારા મોરબીની ટી.કે હોટલ ખાતે આજે SONYના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં કેમેરાના સ્પેશિયાલિસ્ટ સુધાકરસિંહ અલ્ફા તથા સોની ઇનફ્લુએસર રાજા અવસ્થી ઉપસ્થિત રહ્યા હતા.આ તકે મોરબી ફોટોગ્રાફરર્સ એસોસિએશનના પ્રમુખ મેહુલ સ્ટુડિયાના માલિક મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, નવી ટેક્નોલોજી અને કેમેરા અપડેટ તથા કેમેરા લોન્ચિંગ અંગેની ફોટોગ્રાફરર્સને પુરતી માહિતી મળી રહે તે હેતુથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં મોરબી ફોટોગ્રાફરર્સ એસોસિએશન તથા મોરબીના ફોટોગ્રાફરર્સ ઉપસ્થિત રહ્યા હતા.